ભારત અને કેનેડા વચ્ચે વિરોધ વધતો જઈ રહ્યો છે. કેનેડા સરકારના નવા આરોપોથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વધુ બગડે તેવી શક્યતાઓ છે. કેનેડિયન હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા બાદ અને ભારતે પોતાના અધિકારીઓને પરત બોલાવ્યા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડાના આરોપોને રદિયો આપ્યો છે. હવે એક નવો દાવો કરવામાં આવ્યો છે કે “કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીની નજીકના લોકોમાંથી એકનો હાથ છે.”
ટ્રુડો સરકારના એક મંત્રીએ કહ્યું કે અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ કેનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને મંગળવારે સંસદીય પેનલમાં આ નિવેદન આપ્યું હતું.
મોરિસને સંસદીય પેનલને કહ્યું કે, તેણે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે, ભારતના ગૃહમંત્રી આ મામલામાં સામેલ છે. મોરિસને કહ્યું કે તેમણે જ ભારત-કેનેડા બેઠક સાથે જોડાયેલી માહિતી અમેરિકન અખબારને આપી હતી.
જો કે, આ સમયગાળા દરમિયાન મોરિસને વધુ માહિતી કે પુરાવા આપ્યા ન હતા. આ પહેલીવાર છે જ્યારે કેનેડિયન અધિકારીએ ખુલ્લેઆમ ભારત સરકારના મંત્રીનું નામ લીધું છે.આ બનવાથી સમગ્ર વિશ્વમાં ચર્ચા જાગી છે જોવાનું એ રહ્યું કે આ આરોપોના જવાબમાં ભારત તરફથી શું જવાબ આપવામાં આવે છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy