ખેડૂતો માટે રાજુઆતોનો દોર યથાવત છે. હાલ ખેડૂતોનો પાક નીસ્ફળ ગયો છે ખેડૂતો પરેશાન છે ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની સહાય માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો માટે નિષ્ફળ ગયેલા પાક મામલે આમ આદમી પાર્ટી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી બહાર નિષ્ફળ ગયેલા પાકનો જથ્થો સળગાવવાનો પ્રયત્ન કરતા પોલીસ અને ધારાસભ્ય હેમંત ખવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલા ચાલી જોવા મળી હતી. અને વાતાવરણ તંગ બનતા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની પોલીસે અટકાયત કરવામાં આવી છે.
ધારાસભ્ય હેમત ખવા એ કહ્યું હતું કે ચાલુ વર્ષ દરમ્યાન એક વખત અતિવૃષ્ટિ ત્યાર બાદ બે વખત કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બગડી ગયો છે અને ખેડૂતોના મોઢે આવેલ કોડિયો છીનવાય ગયો છે. હાલ રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂપકડી જાહેરાત કરવામાં આવી છે. વરસાદ માપવાનું યંત્ર સરકાર પાસે છે નહિ અને વરસાદ માપવાના યંત્ર ના હોવાના કારણે સહાય કઈ રીતે ચુકાવવામાં આવશે એ મોટો પ્રશ્ન છે આજ દિવસ સુધી ક્યાં ગામમાં કેટલો વરસાદ પડ્યો એની માહિતી સરકાર પાસે નથી. હવે આંકડા ક્યાંથી લાવશે એ મોટો પ્રશ્ન છે. અમારી માંગ એ છે કે સમગ્ર જામનગર જિલ્લાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચુકવવામાં આવે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy