સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો.
શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો.
મિત્રની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં ભાજપના વોર્ડ કોષાધ્યક્ષ અને કેક શોપના માલિક અને ભાજપના મોટા નેતાઓના ખૂબ નજીકના ઉમેશ તિવારીએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાં હાજર બે યુવાનને ઘાયલ કર્યા હતા, બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં નેતાઓના અંગતને ગમે તેમ કરવાની ખુલ્લી છૂટ અપાઈ ગઈ છે ?
ગુજરાતમાં કાયદોઅને વયવસ્થા ખૂબ કથડી રહ્યા છે, સગીર દીકરીઓ પર બળાત્કારના કેશ હોય કે પછી મર્ડરના કેશ હોય, કે પછી ડ્રક્સના કેશ હોય કે પછી અલગ અલગ પ્રકારના ખ્યાતિ કાંડ જેવા કાંડો હોય આ બધુ ઓછું પડતું હોય ત્યાં જ કોઈ ભાજપના નજીકના સતાના નશામાં ફરતા આવારા તત્વોના અલગ અલગ કાંડસામે આવતા હોય છે . ત્યારે આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે જેમાં
માધ્યમો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાજપ કોષાધ્યક્ષ ઉમેશ તિવારીએ તેની પાસેની રિવોલ્વરમાંથી પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા .ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ તેને અટકાવવાણી કોશિશ પણ કરી હતી પરંતુ રિવોલ્વર મૂકતી વેળાએ જમીન પર વધુ બે રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યા હતા અને એ ગોળી ઉછળીને સંતોષના ડાબા પગથી આરપાર નીકળી જાય છે. જયારે બીજી ગોળી ત્યાં હાજર કાપડ વેપારી વીરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં વાગી જાય છે.
અને બંને ને હોસ્પિટલ લઈ જવામાં આવે છે બનાવની જાણ થતા ડીંડોલી પોલીસે સંતોષની ફરિયાદ નોંધતા તેણે ઉમેશ તિવારી રિવોલ્વર સરખી કરતો હતો ત્યારે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરી હતી અને પોલીસ પણ પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધી પણ લ્યે છે, પરંતુ, બાદમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થાય છે અને સાચું સામે આવી જાય છે. ઉમેશે ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યા બાદ કરેલા બીજા બે રાઉન્ડ ફાયરિંગમાં બંને યુવાનોને ઈજા થઈ છે ત્યાર બાદ પોલીસે આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમનો ઉમેરો કરી ઉમેશ તિવારીની ધરપકડ કરી છે. અને ડીંડોલી પોલીસે તેનો વરઘોડો પણ કાઢ્યો છે.
પરંતુ લોકોમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આવા આવારા તત્વો સામે આવે છે, તે ભાજપ સાથે જ કેમ જોડાયેલા હોય છે એ સવાલ સમગ્ર ગુજરાતની જનતામાં ઉઠી રહયો છે, અમે તમને જે વિડીયો બતાવી રહ્યા છીએ એ વિડિયો માં સી.આર.પાટિલ પોતે છે, કે જે આ ઉમેશ તિવારીની દુકાનનું ઓપનિંગ કરવા પહોચે છે, શું આવા તત્વોને એટ્લે ડર નથી લાગતો કે તેમના સીધા સંપર્ક મોટા નેતાઓ સાથે છે, એટ્લે એમને એવું મનમાં હશે કે અમારું કોઈ કઈ નહીં કરી શકે આવો વહેમ આ લોકોની અંદર હસે ? શું કોઈના કોઈ નેતા સાથે ગાઢ સબંધ હોય તો કાંયદો ત્યાં અપંગ બની જાય છે ? હાલ પોલીસે ઉમેશ તિવારીનો વરઘોડો કાઢીને ગુજરાતને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે કે સહુ સલામત છે, પરંતુ જોવાનું એ રહ્યું કે કોર્ટ સુધી કેટલી વાસ્તવિક્તા અને સચ્ચાઈ પોહોચે છે.
યુ.પી. સ્ટાઈલમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી સુરત ભાજપના મોટા ગજાના રાજકારણીઓ અને સુરત પોલીસમાં ફરજ બજાવતા અને અગાઉ બજાવી ગયેલા ઘણા પોલીસ અધિકારીઓનો માનીતો છે. એક સમયે સામાન્ય કેક શોપ ધરાવતો ઉમેશ તિવારી તેના સંપર્કોને લીધે હવે ડીંડોલી, ઉધના વિસ્તારમાં મોટું નામ ગણાય છે. તે જમીન દલાલીનું પણ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઉમેશે તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું તે લાયસન્સ વર્ષ 2020 માં લીધું હતું. ગતરાતના બનાવને પગલે પોલીસ આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરશે તેવું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy