ગુજરાત સરકારનું નસબંધી કાંડ આવ્યું સામે : આરોગ્ય વિભાગ ટાર્ગેટ આપીને નસબંધીના આપરેશન કરાવી ટાર્ગેટ પૂર્ણ કરાવવા કરે છે પ્રેસર !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

ગુજરાતમાં દરરોજ નવા નવા કાંડ સામે આવતા જોવા મડે છે ત્યાજ ગુજરાત સરકારનુંજ એક કાંડ સામે આવ્યું છે. એએ કાંડ ખૂંટમાથી બળદ બનાવવાનું કાંડ છે, હવે નસબંધી કાંડમાં પણ એક પછી એક ચોંકાવનારી વાત બહાર આવી રહી છે. મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાની ઘટના બાદ આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો હતો કે, નસબંધીના ઓપરેશન માટે આરોગ્ય  વિભાગના કર્મચારીને કોઇ ટાર્ગેટ અપાતાં નથી. વાસ્તવમાં  કડી તાલુકાના ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીને નસબંધીના ઓપરેશનનો  ટાર્ગેટ પૂર્ણ ન કરતાં નોટિસ ફટરાઇ છે જેના કારણે આરોગ્યમંત્રીનો ખુલાસો ખોટો સાબિત થયો છે

મહેસાણા જીલ્લાના નવી શેઢાવી અને જમનાપુરમાં બે યુવકોની બારોબાર નસબંધી કરી દેવાતાં આરોગ્ય તંત્રની કામગીરી સામે આંગળી ચિંધાઇ રહી છે. ગુજરાતમાં તા.24 નવેમ્બરથી તા.4 ડિસેમ્બર સુધી પુરુષ નસબંધી પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓને જિલ્લા વાઇઝ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે, ટાર્ગેટ પુરો કરવા માટે  આરોગ્ય કર્મચારીઓએ અવનવાં પેતરાં રચી નિર્દોષ યુવાઓને ટાર્ગેટ કર્યા હતાં.

બે યુવકોની નસબંધીના ઓપરેશનનો વિવાદ ચગ્યો છે ત્યારે આરોગ્યમંત્રી ૠષિકેષ પટેલે એવો બચાવ કર્યો હતો કે, આ સ્વૈચ્છિક રીતે કરાતી કામગીરી છે. એટલુ જ નહીં, સ્વેચ્છાએ નસબંધી કરાવનારાં યુવકને સરકાર પુરસ્કાર રુપે રૂ.2 હજાર રોકડા આપે છે. આ તરફ, કડી તાલુકાના ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીને ટાર્ગેટ પૂર્ણ ન થતાં નોટિસ ફટકારવામાં આવી છે.

જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છેકે, વારંવાર સૂચના આપ્યા પછી પણ નસબંધીના ટાર્ગેટ આધારે ઓપરેશનની કામગીરી કરી નથી તે ગંભીર બાબત છે. જો આગામી ત્રણેક દિવસમાં ટાર્ગેટ આધારે સંતોષપૂર્વક કામગીરી નહી કરો તો, વહીવટી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ નોટિસે જ આરોગ્યમંત્રીને ખોટા સાબિત ઠેરવ્યાં છે. એવી માહિતી મળી છેકે, આરોગ્ય  વિભાગે કડી તાલુકાના ડાંગરવા, ઝુલાસણ, મેડા આદરજ અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓને નોટિસો આપી છે. આ નોટિસો જ પ્રસ્થાપિત કરે છે કે, આરોગ્ય વિભાગ ટાર્ગેટ આપીને નસબંધીના આપરેશન કરાવી ટાર્ગેટ પૂર્ણ કરે છે. ટાર્ગેટના કારણે જ આરોગ્ય વિભાગ નિર્દોષ યુવકોને નસબંધીના ઓપરેશન માટે નિશાન બનાવી રહ્યું છે.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]