ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂ પર પોલીસનો દરોડો ; દેશી દારૂ અને સાધનો પકડાયા ; બરડા ડુંગરનો દેશી દારૂ જામનગર સુધી પહોચે છે !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ધ્રામણીનેસ જે બરડા ડુંગરમાં આવેલી છે ત્યાંથી ભાણવડ પોલીસે દરોડો પાડી 57 હજારના મુદ્દામાલ સાથે દેશી દારૂ તથા સાધનો પકડી પાડ્યા છે. બરડા ડુંગરમાં અનેક દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે પરંતુ ફોરેસ્ટ વિભાગને આ દેખાતી નથી. ત્યારે આ બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

એકંતરે જાણકારોનું માનવું છે કે બરડા ડુંગરનો દેશી દારૂ જામનગર સુધી પહોચે છે જેમાં દરેડ લાલપુર વિસ્તાર સુધી દેશી દારૂનો ધંધો ધમધમે છે આ દેશિ દારૂ મોંઘી ફોર વ્હીલર માં  ફેરા કરે છે. અને દેશિ દારૂ પહોચાડે છે. અને ખૂબ પ્રમાણમા દેશિ દારૂની  ભટ્ઠીઓ વર્ષોથી ચાલે છે.

ફોરેસ્ટ વિભાગની મિઠી નજર હેઠળ બરડા ડુંગરમાં અનેક દારૂની ભઠ્ઠીઓ ચાલે છે ત્યારે ભાણવડ પોલીસ સ્ટેશનના એએસઆઈ દેવાભાઇ ઓડેદરાએ બાતમીના આધારે બરડા ડુંગરમાં રેડ કરતાં દેશી દારૂ બનાવવાનો આથો 1800 લીટર કિંમત રૂ 45000 તેમજ દેશી દારૂ 60 લીટર કીંમત 12000 એમ કુલ મળીને 57000નો મુદામાલ કબજે કરી આરોપી બાલુભાઈ રાજાભાઈ રબારી રહે.ધ્રામણીનેશ તાલુકો ભાણવડ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આમ બરડા ડુંગરમાં અનેક વખત પોલીસ દ્વારા ભઠ્ઠીઓ પર રેડ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.

શું આ બાબતે ભાણવડ ફોરેસ્ટ વિભાગના ધ્યાને નથી કે પછી આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે.

સનાતન સત્ય સમાચારે લાલપુરમાં રિલાયન્સ ગેઇટ પાસે ખુલ્લે આમ વેચાઈ રહેલ દારૂ પર આખો એપિસોડ બનાવ્યો હતો ત્યાર બાદ લાલપુરમાં પોલીસ જાગૃત થઇ હતી અને દારૂ બંધીના કાયદાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]