રાજ્ય સરકાર મુંજાણી, ગીર ઇકો સેન્સિટીવ ઝોન સામે વિરોધથી ગભરાયેલ સરકારે સરપંચોને બોલાવ્યા, વિરોધવંટોળ ઠારવા સરકાર હવે ધમપછાડા કરી રહી છે.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના ગૈારવ સમાન એશિયાટીક સિંહના રક્ષણ ખાતર ગીર ઇકો સેન્સિટીવ ઝોન ઘોષિત કરવા ડ્રાફ્‌ટ નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, ઇકો સેન્સિટીવ ઝોનના અમલથી ખેતીના કામથી માંડીને બાંધકામ સુધીના કાર્યમાં રાજ્ય વન વિભાગનુ નિયંત્રણ આવી જશે જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે તેમ છે.

આ જોતાં વિસાવદર, અમરેલી,  ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વિરોધની આગ ભભૂકી છે. આ જોતાં રાજ્ય સરકારે બેકફૂટ પર આવવા મજબૂર થવુ પડ્યુ છે. વિસાવદરના 29 ગામના સરપંચોને ગાંધીનગર તેડાવાયાં હતાં જ્યાં વન મંત્રીએ બેઠક યોજીને સરપંચોને સમજાવ્યા હતાં. આમ આદમી પાર્ટી નેતા કરસનબાપું ભાદરકા અને પ્રવીણ રામ આ મુદ્દે ખેડૂતોની આગેવાની લઈ રહ્યા છે.

ગીર ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સૌરાષ્ટ્રભરના લોકો સરકારથી ભારોભાર નારાજ છે. સ્થાનિકોનું કહેવુ છેકે, ઇકો  સેન્સિટીવ ઝોનનો અમલ થશે તો, ખુદ ખેડૂતો જ પોતાના ખેતરમાં કૂવો કે બોર કરવું હશે તો વન વિભાગની મંજૂરી લેવી પડશે. ખનિજખનનથી માંડીને હોટલ-રેસ્ટોરન્ટ,રિસોર્ટ કે કોઇપણ બાંધકામ કરવું હશે તો વન વિભાગની મંજૂરી ફરજિયાત છે. વૃક્ષછેદન જ નહીં, રસ્તા બનાવવા હોય, વીજળી કે મોબાઇલ ફોનના ટાવર લગાવવા હોય, કોઇ ઉદ્યોગ,મતસ્ય પાલન પ્રવૃતિ, ડેરી ઉદ્યોગ, પોલ્ટીફાર્મ, ઇંટના ભઠ્ઠા શરૂ કરવો હોય તો મંજૂરી સિવાય કરી શકાશે નહી

છેલ્લા કેટલાય દિવસોથી આ મામલે લડત લડતા આપ નેતા પ્રવિણ રામનું કહેવુ છેકે, કોઇપણ પ્રવૃતિ માટે એનઓસી મેળવવા ખેડૂતોથી માંડીને સ્થાનિકોએ એનઓસી મેળવવા વનવિભાગની કચેરીએ ધક્કા ખાવા પડશે. દાનદક્ષિણા આપવી પડશે. વનવિભાગની કનડગતને કારણે જ વિરોધ થઇ રહ્યો છે. બાકી તો, સિંહના રક્ષણને લઇને સૌરાષ્ટ્રની જનતા સરકારની પડખે છે. સામે પ્રવીણ રમે કહ્યું કે સ્થાનિક લોકોની તકલીફ સરકાર સમજી નથી સકતી અથવા સમજવા માંગતી નથી.

આપ નેતા કરશન બાપુ ભદ્રકા કહી રહ્યા છે કે લોકોનું હિત સાચવવું એ જ જરૂરી છે. ખેડૂતો આ આંદોલન તીવ્રતાથી કરી રહ્યા છે. અને હજુ આ આંદોલન વધુ તીવ્ર બનશે. ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતો કહી રહ્યા છે કે અમને ગળે ટૂંકો આપવામાં આવી રહ્યો છે. ખેડૂતની પોતાની જમીન માં શું કરવું એ ખેડૂત નક્કી કરશે સરકાર નહીં.

હાલ ગીર ઇકો સેન્સિટીવ ઝોનનો ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે આજે વિસાવદરના 29 ગામડાઓના સરપંચોને ગાંધીનગરનું તેડુ મોકલાયુ હતું. આ બધાય સરપંચો સાથે વનમંત્રી મુળુ બેરા સાથે બેઠક થઇ હતી જેમાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ તરફ, ગીર સોમનાથમાં લોકોને ગીર ઇકો  સેન્સિટીવ ઝોન મુદ્દે સમજ આપવા સ્થાનિક તંત્રેએ બેઠકોનું આયોજન કર્યુ હતું પણ ઠેર ઠેર  બેઠકોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.

આ ઉપરાંત 19મીએ ગીર ગઢડામાં એક સંમેલન યોજવામાં આવ્યું છે. સાથે સાથે 24મીએ વિસાવદરમાં વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયુ છે. આ મુદ્દે ખુદ ભાજપના પાંચેક ધારાસભ્યો પણ મેદાને પડ્યા છે. આ બધાય ધારાસભ્યોએ પણ વનમંત્રી સાથે મુલાકાત કરી વિરોધ નોંધાવ્યો હતો. આમ, ગીર ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સરકારને ગળે હાકડું ભરાયુ છે. આ વિરોધવંટોળ ઠારવા સરકાર હવે ધમપછાડા કરી રહી છે.

 

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?