હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઑક્ટોબરે મતદાન થયું હતું. ત્યારે આજે (8 ઑક્ટોબર) ચૂંટણી પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જોવા મળી રહી છે. બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટની 6 હજાર મતથી જીત થઈ છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી સાંજે 7:30 વાગ્યે દિલ્હીમાં ભાજપ કાર્યલય પહોંચશે. હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદીએ હરિયાણામાં ભાજપની જીત માટે નાયબ સૈનીને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. આ સિવાય લાડવા વિધાનસભા બેઠકથી જીત મેળવ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું કહેવું છે કે, ‘હું પ્રમાણ પત્ર લેવા જઈશ અને પછી જ્યોતિસર મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરીશ. હરિયાણાના 2.80 કરોડ લોકોએ આ સરકારને ચૂંટી છે અને અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધીશું.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જૂના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવવા માંગે છે? કોંગ્રેસ પત્રકાર પરિષદ કરી કહ્યું કે આ લોકતંત્રની હાર છે અને તંત્રની જીત છે ચૂંટણીમાં તંત્ર દ્વારા દબાવ કરવામાં આવ્યો હતો, બાકી એવી કોઈ ચર્ચા જ નહતી કે કોંગ્રેસ હારે અમે આ હાર સ્વીકારવા તૈયાર નથી.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy