ગાંધીના ગુજરાતમાં અને ભાજપના શાસનમાં હાથ ઊંચો કરો અને દારૂની બોટલ કાઢો: જામનગર એસટી ડેપોમાં આપના ધારાસભ્ય સફાઈ કરવા જતાં ડ્રાઈવર રૂમ પાસેથી દારૂની ખાલી બોટલો મળી : ગાંધી જયંતીના દિવસે બનેલ બનાવ જામનગર એસ.પી.માટે શરમ જનક !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

  ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર તંત્ર ના તોડ કરવા માટે અને હપ્તા ખોરી માટે હોય તેવું દેખાય રહ્યું છે. આજે ગાંધી જયંતીના દિવસે જ જામનગરના એસટી ડેપોમાં આમ આદમી પાર્ટી દ્વારા હાથ ધરાયેલા સફાઈ અભિયાન દરમિયાન દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જામજોધપુર બેઠક પર આપના ધારાસભ્ય હેમંત ખવાએ આ મામલે તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે.

આજે ગાંધી જયંતીના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજે સવારે જામનગર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આપના ધારાસભ્ય હેમંત ખવા પણ જોડાયા હતા. આપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ જ્યારે એસટી ડેપોમાં સફાઈ
કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર રૂમ નજીકથી જ દારૂની ખાલી બોટલો મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

 

આપના ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું હતું કે, આજે ગાંધી જયંતી નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર એસટી ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડેપોમાં ડ્રાઈવર રૂમ નજીકથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ગયા વર્ષે પણ અહીંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ ખૂબ જ ગંભીર બાબત છે આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.

હવે જનતામાં સવાલ એ ઊભો થયો છે કે ગયા વર્ષે પણ આમ જ બન્યું હતું તો જામનગર ના એસ.પી. એ ૧ વર્ષ સુધી કેમ ગંભીરતા નથી લીધી કે પછી હપ્તા ખોરી થઈ છે કે શું? આ બાબત જામનગરના એસ.પી. અને શાસક પક્સ માટે ખૂબ શરમ જનક કહેવાય.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?