મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં આવેલાં મારકડવાડી ગામના રહેવાસીઓએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સંતોષકારક ન જણાતાં પોતાના ખર્ચે ત્રીજી ડિસેમ્બરે પરંપરાગત મતપત્રકો દ્વારા મોક મતદાન યોજવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પરિણામોમાં એક તરફી ભાજપના જ મતો નીકળતાં ગ્રામજનોને ઈવીએમ પર ભરોસો ન પડતાં આ આયોજન કરાયું હતું. જોકે, વહીવટી તંત્રએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી ગામમાં પાંચ ડિસેમ્બર સુધી 144 કલમ લાગુ પાડી જમાવબંધી જાહેર કરી દીધી છે. આ સંજોગોમાં આવતી કાલે પોલીસ મોક મતદાન અટકાવે તો પરિસ્થિતિ વણસે તેવી આશંકા હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ ગામમાં ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય રામ સાતપુતેને અણધાર્યા વધારે મતો મળતાં ગામવાસીઓને પરિણામ સામે અસંતોષ ઉભો થયો છે. સાતપુતેને 1003 મત અને તેમના પ્રતિસ્પર્ધી એનસીપી-શરદ પવાર ના ઉમેદવાર ઉત્તમ જાનકરને 843 મતો મળ્યા હતા. મારકડવાડીમાં 2009, 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં તથા લોકસભાની ચૂંટણીઓમાં પણ જાનકરને સતત મારકડવાડીના ગામજનોને ટેકો મળ્યો છે પણ આ વખતે અણધાર્યા પરિણામ આવતાં ગામવાસીઓએ ઇવીએમના પરિણામોના વિરોધમાં પરંપરાગત મતપત્રકો દ્વારા મોક ચૂંટણી યોજી ક્યાં ખોટું થયું છે તે શોધવાના પ્રયાસરૂપે મોક મતદાન કરવાની જાહેરાત કરી હતી.
પરંતુ પોલીસના હસ્તક્ષેપ બાદ તેઓએ મંગળવારે પોતાની યોજના રદ કરી દીધી. નોંધનીય છે કે, આ બેઠક પરથી એનસીપી (શરદ પવાર)ના વિજયી ઉમેદવારે આ જાણકારી આપી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે ગ્રામીણોને ચેતવણી આપી કે, મતદાનની પોતાની યોજના પર આગળ વધશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારના માર્કડવાડી ગામના નિવાસીઓએ બેનર લગાવીને દાવો કર્યો હતો કે, ત્રણ ડિસેમ્બરે ફરી મતદાન કરાવવામાં આવશે. આ ગામ માલશિરસ વિધાનસભા વિસ્તારથી એનસીપી ઉમેદવાર ઉત્તમરાવ જાનકરે ભાજપના રામ સતપુરેને 13,147 મતથી હરાવ્યા હતાં. ચૂંટણીના પરિણામ બે નવેમ્બરે જાહેર થયા હતાં. આ બેઠકથી જાનકર વિજય થયા હતાં. જોકે, માર્કડવાડીના નિવાસીઓએ દાવો કર્યો છે કે, તેમના ગામમાં જાનકરને સતપુતેની સરખામણીએ ઓછા મત મળ્યા છે, જે સંભવ ન હતું. આ વિશે સ્થાનિક લોકોએ ઈવીએમ પર શંકા વ્યક્ત કરી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, માલશિરસ ઉપ-મંડળ અધિકારી (એસડીએમ)એ સોમવારે અમુક સ્થાનિક લોકોની ફરી મતદાનની યોજનાનું આયોજન કર્યું હતું. જેના કારણે કોઈપણ સંઘર્ષ અથવા કાયદો-વ્યવસ્થા સંબંધિત સ્થિતિ ન બગડે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (આઈપીસીની 144) લગાવી દેવામાં આવી છે. ડીસીપી નારાયણ શિરગાવકરે કહ્યું કે, તેઓએ ગ્રામીણો અને એનસીપી નેતા જાનકર સાથે વિસ્તારથી ચર્ચા કરી છે. અમે તેમને કાયદાકીય પ્રક્રિયા સમજાવી અને ચેતવણી પણ આપી કે, જો એક પણ વોટ નાંખવામાં આવ્યો તો ગુનો નોંધવામાં આવશે.
એનસીપી નેતા જાનકરે કહ્યું કે, મેં પોલીસ અધિકારી સાથે બેઠક કરી અને ગ્રામીણો સાથે ચર્ચા કરી. તેઓએ કહ્યું કે, તે મતદાન કેન્દ્ર પર હાજર તમામ સામગ્રી જપ્ત કરી લેશે અને ગુનો નોંધશે. બાદમાં ત્યારબાદ ગ્રામીણો સાથે ચર્ચા કરી અને હવે તેઓએ ફરી મતદાન કરવાની યોજના રદ કરી દીધી છે. તેમનં માનવું હતું કે, જો પ્રશાસન મતદાન નહીં થવા દે તો અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થશે અને પોલીસ તેમજ નિવાસીઓની વચ્ચે સંઘર્ષ થશે. પરિણામે મતદાન પ્રક્રિયા નહીં થઈ શકે, તેમજ લોકોને મતદાન પ્રક્રિયા છોડીને જતા રહેશે. પોલીસ તંત્રના વલણને ધ્યાને રાખી ગ્રામજનોએ મતદાન રોકવાનો નિર્ણય લીધો છે.
સવાલ સમગ્ર દેશમાં એ થઈ રહ્યો છે કે લોકતંત્ર માં જો કોઈ લોકો પોતાની રીતે માત્ર ચેક કરવા માટે મતદાન કરવાનું આયોજન કરે તો એમાં સરકાર શા માટે 144 કલમ નો ઉપયોગ કરી ગામના લોકોને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે.