PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, નરેશ પટેલના ઈશારે હુમલો કરાયાનો આક્ષેપ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને લીધે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે. જોકે મામલો ગરમાતાં હાલમાં પીઆઇ સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો છે. જોકે હજુ સુધી તેમની ધરપકડ કરાઇ નથી .

આ સમગ્ર મામલે હાલમાં રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે. પીઆઇ સંદિપ પાદરીયાએ જયંતિભાઇ સરધારાને અપશબ્દો કહીને લમણે પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ પીઆઇ સંદિપ પાદરીયા તેમના પર હુમલો કરતાં દેખાય છે. જોકે પોલીસે હજુ સુધી પીઆઇ પાદરીયાની ધરપકડ કરી નથી.

હુમલાના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઇ સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે નરેશ પટેલના ઇશારે પીઆઇ પાદરીયા દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખોડલ ધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ જોડવું યોગ્ય નથી.

ખોડલ ધામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચેરમેન નરેશ પટેલ હાલમાં વિદેશ પ્રવાસ છે તેમને ઘટનાની જાણ થતાં દુ:ખ વ્યક્ત કર્યું છે. નરેશ પટેલ વિદેશથી પરત ફરશે ત્યારે જયંતિભાઇને મળશે. સરદારધામ અને ખોડલ ધામ વચ્ચે કોઇ વિવાદ નથી. બંને સેવાકીય સંસ્થાઓ છે. આ ઘટનામાં નરેશ પટેલની સંડોવણી ન હોઇ શકે. આ ઘટનામાં તેમનું નામ જોડવું યોગ્ય નથી.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?