ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર ને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઇએ.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારને આદેશ કર્યો છે.

રાજયના ૩00થી વઘુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઇટ ટુ એજયુકેશન અને નેશનલ ફુડ સીકયોરીટી એકટ(એનએસએફ) હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવતા હોવા છતાં તેઓ રાજયની નાગરિક સેવાઓનો ભાગ નથી.

આવા કર્મચારીઓને સરકારી સેવાનો ભાગ નહી ગણીને રાજય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઇ રહ્યો છે અને બંધારણની કલમ-14 અને 16(1) હેઠળ સમાનતા અને સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. હાઇકોર્ટે અરજદાર આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત(કાયમી) કરવા અને તે મુજબના રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા રાજય સરકારને આદેશ કર્યો હતો.

જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સુપ્રીમકોર્ટના બંધારણની કલમ-14 અને 16(1) મુદ્દે સ્પષ્ટતા કરતાં ઇ.પી.રોયપ્પા વિરૂઘ્ધ સ્ટેટ ઓફ તામિલનાડુના ચુકાદાને ટાંકયો હતો, જેમાં કલમ-14 અને 16(1) હેઠળ સમાનતાની ભારે હિમાયત કરાઇ છે અને ભેદભાવ નો વિરોધ કરાયો છે. હાઇકોર્ટે વઘુમાં જણાવ્યું કે, સમાનતાની ગતિશીલ વિભાવના હોવાનો ખ્યાલ સીધા જેકેટ ફોર્મ્યુલા સુધી સીમિત ના હોઇ શકે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ્‌ સેવા ગણી તેના ઓઠા હેઠળ તેઓને નજીવી રકમ ચૂકવવામાં આવી રહી છે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે અન્યાય થઇ રહ્યો છે. સરકાર તેઓને રાજયના અન્ય કાયમી કર્મચારીઓની જેમ પગાર અને મળવાપાત્ર લાભો ચૂકવવાનો ઇન્કાર કરી ભેદભાવ કરી રહી છે.

આ સંજોગોમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિઘ્ધાંતોને ઘ્યાનમાં લેતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફાઇલની સમકક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર છે.

હાઇકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આંગણવાડી વર્ક્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજય અને કેન્દ્ર સરકારમાં કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય અને તેથી કેન્દ્ર અને રાજય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમ જ કાયમી મુજબના લાભો તેઓને ચૂકવવા બાબતે એક યોગ્ય નીતિ બનાવે. આ નીતિ બનાવતાં કઇ બાબતોનું ઘ્યાન રાખવું તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સ્પષ્ટ કર્યું કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગારધોરણ અને ગ્રેડ, તેઓ એરિયર્સ માટે હકદાર છે તેની કટ ઓફ તારીખ -પિટિશન દાખલ કરાઇ તેના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાંની હોવી જોઇએ., અન્ય જે કોઇ મુદ્દા ઉભા થાય તે પણ ઘ્યાને લેવા., કેન્દ્ર સરકાર અને રાજય સરકારે આ નીતિને છ મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લધુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?