બુટલેગરોને પકડવા જતા સમયે ટ્રેલરની ટક્કરથી કાર એક્સિડંટ થતાં (SMC) પી.એસ.આઈ.નું મોત ! ગૃહ મંત્રીએ શ્ર્દ્ધાંજલી પાઠવી !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનું ગુજરાત કે જેને ડ્રાય સ્ટેટ તરીકે માનવામાં આવે છે. પરંતુ ઘણા સમયથી ગુજરાતમાં બુટલેગરો બેખૌફ બની ગયા છે. રાજ્યમાં રોજેરોજ લાખોનો દારૂ અને ડ્રગ્સ પકડાવું સામાન્ય થઈ ગયું છે. ગુજરાતમાં આઘાતજનક વાત એ છે કે, બુટલેગરો વિરુદ્ધ કડક હાથે કામ લેતી પોલીસ પર પણ અવારનવાર હુમલાના સમાચાર સામે આવે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે સુરેન્દ્રનગર દસાડા નજીક દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલરે ટક્કર મારતાં એક પી.એસ.આઇ ને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ગંભીર માહોલ બની ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ટીમના પી.એસ.આઇ. જાવેદ એમ. પઠાણ અને બે કોન્સ્ટેબલની ટીમને બાતમી મળી હતી કે, દસાડાના એક ચોક્કસ રસ્તા પર દારૂ ભરેલી કાર નીકળવાની છે. આ બાતમીના આધારે  તેઓ પોતાને ટીમ સાથે રાત્રે 2:30 વાગ્યા આસપાસ વૉચ ગોઠવીને દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. આ દરમિયાન પાટડી દસાડા તરફ જતા માર્ગ પરથી પસાર થતાં એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઈ લીધી હતી.

રાજ્ય ના ગૃહ મંત્રી એ એક્સ પર પોસ્ટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

આ ટક્કર એટલી ભયંકર હતી કે અકસ્માતમાં પી.એસ.આઇ. જાવેદ પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને બહાર કાઢીને વિરમગામની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ તપાસને કઈ દિશામાં જોવું એ રસપ્રદ બની રહેશે કારણ કે, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ પ્રકારની કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?