કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ વક્ફ બિલ લોકસભામાં રજુ કર્યું હતું. સરકારે કહ્યું કે, મુસલમાનોના હિતમાં વકફ સુધારા બિલ લવાયું છે. જોકે વિપક્ષોએ તેનો વિરોધ કરતા બિલને જીપીસી સમક્ષ મોકલવામાં આવ્યું હતું. સરકારે આ બિલ મુદ્દે દેશના લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.
કેન્દ્ર સરકારે પણ શિયાળુ સત્રમાં વક્ફ બિલ લાવવાની તૈયારીઓ કરી દીધી હોવાનું કહેવાય છે, ત્યારે આ બિલ મુદ્દે NDAમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી ભાજપનું ટેન્શન વધારી શકે છે. ટીડીપીના ઉપાધ્યક્ષ નવાબ જાન ઉર્ફે અમીર બાબૂએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે, ‘વકફ સુધારો બિલ નિષ્ફળ બનાવવાનો છે.’ નવાબ જાનના આ નિવેદન બાદ એવી ચર્ચાઓ થવા લાગી છે કે, આ મામલે ભાજપ ચિંતા વધી શકે છે ? મીડિયા અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર આ બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરી શકે છે.
મુસ્લિમ સંગઠનો પણ આ બિલ સામે સતત વિરોધ કરી રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ટીડીપી ઉપાધ્યક્ષના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ટીડીપીના ઉપાધ્યક્ષે કહ્યું કે, ‘આ દેશની આઝાદીમાં સૌથી વધુ હિસ્સો મુસ્લિમોનો છે. અમે વકફ બિલને સંપૂર્ણપણે નકારીએ છીએ. બિલમાં જે પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો છે, જે કોઈપણ બાબતમાં મુસ્લિમોના પક્ષમાં નથી. આપણા નેતા ચંદ્રબાબુ નાયડુ બિનસાંપ્રદાયિક વિચારધારાવાળા છે. અમારી સરકાર મુસ્લિમોના બાળકોને શિક્ષણ માટે 15 લાખ રૂપિયા સુધી આપી રહી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું.’ તેમણે એમ પણ કહ્યું કે, આ દેશ પર દરેકનો અધિકાર છે. આપણે સૌએ શહીદી આપી છે. જો કોઈ આપણા દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરશે તો તેને રોકવા આપણે બલિદાન આપી દઈશું. 15મી ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં વકફ બિલના વિરોધમાં કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ભાગ લેશે.
ત્યારે હવે સવાલ અને જનતામાં ચર્ચા એ થઈ રહી છે કે શું NDA માં દરાર આ બિલના હશાબે વધસે ? શું આ મામલો વધુ તીવ્ર બનસે તો સરકાર પાડવાની કોશિસ TDP કરશે ? કે પછી માત્ર જનતામાં દેખાવ કરવા ખાતર TDP આ બિલ માટે દેખાવ કરસે એ સમય આવ્યે જ ખ્યાલ પડસે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy