જામજોધપુરમાં બે યુવાનોના ચેકડેમમાં ડૂબી જવાથી મોત, અલગ અલગ બે બનાવ એક ન્હાવા પડ્યો તો બીજાનો પગ લપસ્યો !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત થયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં બગોદરા જિલ્લાના બાસવાડા ગામનો વતની અને હાલ ગીંગણી ગામે ધીરૃભાઈ ફળદુના ડેલામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતો રાજેશ ભૈરાભાઈ ડોડિયા નામનો 19 વર્ષીય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને વેણુ નદીના પુલ પાસે પાણીમાં ન્હાવા પડયો હતો. જેમાં વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોહર ભૈરાભાઈ ડોડિયાએ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ બીજા બનાવમાં મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને હાલ જામજોધપુર નજીકના કોર્ટ બિલ્ડીંગ પાસે રહેતો કરણ જેરામભાઈ નિમાવત નામનો ૧૯ વર્ષીય બાવાજી યુવાન ખોડિયાર મંદિરની પાછળ આવેલ ચેકડેમમાં કપડાં ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. જેથી તેનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જેરામભાઈ દામોદરભાઈ નિમાવતએ પોલીસને જાણ કરતાં મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. બનાવથી સમગ્ર પંથક માં સોક છવાયો છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?