આજે શરદ પૂર્ણિમાં ની સાંજે આહીર યુવા ગ્રૂપ જામનગર દ્વારા ભવ્ય રસોત્સવનું આયોજન થસે જેમાં ખૂબ પ્રમાણમા આહીર સમાજના ભાઈઓ અને બહેનો રાસ રમવા ઉપસ્થિત રહેસે.
આયોજનમાં સિંગર તરીકે પ્રવીણ બારોટ અને સાથે ક્રિષ્ના કલથીયા પોતાની આગવી ગાયકીથી લોકગીતો દ્વારા લોકોને જુમાવશે, આહીર સમાજના યુવાનો દ્વારા ઘણા વર્ષોથી આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે. જેમાં આહીર સમાજના તમામ મહાનુભાવો હાજરી આપશે. આહીર સમાજના આહીર યુવા ગ્રૂપના પ્રમુખ મહેશભાઇ નંદાણીયા દ્વારા કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સમગ્ર આયોજન આહીર સમાજ સત્યમ કોલોનીની સામે જે.એમ.સી ના ગ્રાઉંડ પર યોજાશે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy