મધ્યમ વર્ગ અને ગરીબ જનતાને ક્યાં સુધી લાઈનોમાં ઊભી રાખશે સરકાર ? અમીરોની લાગવગશાહીથી જામનગરની જનતા કંટાળી, ભારે રોષ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

શું મધ્યમવર્ગ અને ગરીબ લોકોને સતત લાઇનોમાં ઊભા રાખી માનસિક ગુલામી કરાવી રહી છે સરકાર? લોકો માં પ્રશ્ન છે કે અમીરોની ક્યાંય લાઈન જોવા નથી મળી રહી દરેક જગ્યાએ ગરીબો અને માધ્યમ વર્ગ લાઈનો માં ઉભો છે લાગવગ શાહીથી અમીરોના વગર લાઈનમાં ઊભા રહ્યા વગર કામ થાય છે આવો લોકો આક્ષેપ કરી રહ્યા છે. જામનગરમાં આધારકાર્ડ અપડેટની કામગીરીમાં ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે.

છેલ્લા પાંચ દિવસથી પ્રાંત કચેરીએ આધાર અપડેટ માટે આવેલા લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હોવાનું જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ લોકો અહીં લાંબી કતારો લગાવી રહ્યા છે. નાના બાળકોને લઈને પણ મહિલાઓ આધાર અપડેટ કરાવવા આવી રહી છે.પરંતુ લાંબો સમય રાહ જોવા છતાં પણ લોકોનું કામ થઈ શકતું નથી. આ બાબતે નારાજ થયેલા લોકોએ પ્રાંત અધિકારીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ તો હોબાળો મચાવતા સ્કૂલ કે પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ આધાર અપડેટની કામગીરી સોંપવાની માંગ કરી હતી.

જનતાનું કહેવું છે કે,લાગવગિયાઓને તો લાઈનમાં ઉભા રહેવું પડતું નથી, પરંતુ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમગ્ર મામલે પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.

જામનગરના લોકો આધાર કાર્ડ અપડેટ જેવી મહત્વની કામગીરી માટે આટલી હાલાકી ભોગવવા મજબૂર કેમ બન્યા બનવું પડે છે આટલું મેનેજમેન્ટ ભાજપ સરકારનું પ્રશાસન ન કરી શકે? હાલ આ ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?