છે કોઈ નેતામાં હિંમત ? જામનગરના બાળકો ભલે સ્કૂલે સાયકલ લઈને ન જઈ શકે પરંતુ રિલાયન્સની બસો તો શહેરમાં બેફામ ચાલશે !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેર એક નાનું અને સુંદર શહેર હતું પરંતુ ઘણા સમયથી આ છોટા કાશીના નામથી જાણીતા શહેરને રિલાયન્સ, નાયરા જેવી મહાકાય કંપનીઓની નજર લાગી ગઈ છે, જાણે એક અજગર પોતાના શિકારને પહેલાં માપે પછી એને ધીરે ધીરે ગળી જાય અને શિકાર કરી નાખે એવી જ રીતે રિલાયન્સ જેવી મહાકાય કંપની ઓએ પહેલાં જામનગરને માપ્યું જામનગરના રાજકારણમાં હસ્તક્ષેપ કર્યો, પોતાના કબ્જે ન થાય તેવા નેતાઓને હરાવી દીધા, અને ઘરે બેસાડી દીધા, અને પોતાના ગુલામ બનીને રહે તેવા નેતાઓને જીતાડી દીધા હોય તેવું લોકમુખે સંભળાઈ રહ્યું છે  અને પછી પોતાની મનમાની શરૂ કરી નાખી છે, તેવું લોકો કહી પણ રહ્યા છે અને દેખાય પણ રહ્યું છે, હાલ જામનગરમાં કોઈ પક્ષ કે વિપક્ષમાં એવો નેતા નથી કે રિલાયન્સની મનમાની સામે બોલી શકે કે અવાજ ઉઠાવી શકે, એવી કોઈની તાકાત પણ નથી તેવું દેખાય રહ્યું છે, કેટલાક મોટા નેતાઓ કંપનીના પગમાં બેઠા છે તો કેટલાક નેતાઓની કારકિર્દી કંપનીએ ભૂસી નાખી છે અને કેટલાક નેતાઓ રાજકારણમાં માત્ર ટકી રહેવા કંપની સામે બોલવા તૈયાર નથી કે લોકો માટે લડવા તૈયાર નથી અમુક ગણ્યા ગાંઠિયા નેતાઓ છે જે કંપની સામે બોલે છે પણ એનું કોઈ મજબૂત અસ્તિત્વ નથી કે જેનાથી લોક આંદોલન થઈ શકે અને લોકો ઘરે ઘરે થી નીકળી આવી તાનાશાહી સામે વિરોધ નોંધાવી શકે એવો જનતાના વિશ્વાસનો કોઈ પણ નેતા રહ્યો નથી,

હાલ પરિસ્થિતિ એવી છે કે કંપનીઓની ૧૦૦૦ કરતા વધુ બસો જામનગરમાં આટા એવી રીતે માટે છે કે જાણે કંપનીના ડાયરેક્ટર મુકેશ અંબાણી, અને ડાયરેક્ટર પરિમલ નથવાણી એ જામનગર વેચાતું લઈ લીધું હોય, મનફાવે તેમ રિલાયન્સની બસો શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે, ગુજરાતના બીજા તમામ શહેરોમાં મોટા વાહનોને શહેરમાં જવા માટેના સમય હોય તેમના નિયમ હોય પરંતુ અહી કોઈ નિયમ કે કોઈ સમય કંપનીઓને લાગુ પડતો નથી, સમર્પણ હોસ્પિટલથી, દિગજમ સર્કલ, ખોડીયાર કોલોની, શરૂસેક્સન રોડ, સાત રસ્તા સર્કલ આ બધું કંપનીઓની બસો ના હિસાબે સતત ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે બાળકોને સાયકલ લઈને સ્કૂલે જવાનું સપનું માત્ર સપનું જ બની ગયું છે, સમર્પણ હોસ્પિટલથી બીજો રૂટ જકાત નાકા સર્કલ, ત્યાંથી, રોજી પંપ, જનતા ફાટક ત્રીજી બાજુ લાલપુર સર્કલ આમ આખા જામનગરના રોડ રસ્તાને રિલાયન્સ અને નાયરા કંપની એ પોતાના બાપુજીની વિરાસત હોય તેમ બાનમાં લઈ લીધો છે, ઓછામાં પૂરું લાગવગશાહી ચલાવતા કોન્ટ્રાક્ટરો કે જેના સિમેન્ટ બનાવવાના ટ્રકો બેફામ જામનગર શહેરમાં દોડી રહ્યા છે તેમને પણ કોઈ કહેવા વાળો નેતા કે અધિકારી પેદા જ નથી થયો તેવું લાગી રહ્યું છે

આમ જોવા જઈએ તો જામનગરની જનતા પણ આ બધું મૂંગા મોઢે શહન કરી રહી છે અને એ નથી સમજાતું કે એવું તે શું કારણ છે જામનગરની જનતા પાસે કે આવું અતિક્રમણ શહન કરવું પડી રહ્યું છે,

જામનગરના સાંસદ સભ્ય હોય કે ધારા સભ્યો હોય, કે કોર્પોરેટરો હોય અથવા કોઇ હિન્દુવાદી કે મુસ્લિમવાદી સામાજીક સંસ્થા હોય કેમ કોઈ ની નજરમાં એ નથી આવી રહ્યું કે આ અજગરોની ભીંસ માંથી જામનગરમાં સ્કૂલે જતા બાળકોને કેમ છોડાવવા, કે પછી કોઈ નેતા પાસે એવી હિંમત જ નથી કે પછી નેતાઓ કંપનીઓના અહેશાન તળે દબાઈ ગયા છે?

હવે આપણે સમજી શકીયે કે જ્યારે સંસદ અને ધારા સભ્યો ચુપ હોય તો પછી અધિકારીઓની શું ઓકાત કે રિલાયન્સની બસોને જામનગર શહેરમાં આવતા અટકાવી શકે? જનતામાં આ સવાલ ઊભો થઈ રહ્યો છે, સંસદ અને ધારાસભ્યો માત્ર ચુપ છે કે પછી એમની મીઠી નજર કંપની સાથે છે? કે પછી નેતાઓની એટલી હેસિયત જ નથી કે આ કંપની સામે તીખી આંખ કરી શકે આ સવાલ જનતા માં ખૂણે ખાચકે જોવા મળી રહ્યો છે,

જોવાનું એ રહ્યું કે આ મહાકાય કંપનીઓ સામે નેતાઓ લાલ આંખ કરી શક્શે? કે પછી માત્ર નાના નાના બિઝનેસ મેનો સામે જ લાલ આંખ ચાલુ રાખશે અને રિલાયન્સ જેવી મહાકાય કંપની સામે આંખ નીચી જ રાખશે? આ સમય બતાવશે પરંતુ સનાતન સત્ય સમાચાર અનીતિ સામે નીતિની લડાઈ અને અધર્મ સામે ધર્મની લડાઈ લોકશાહી ઢબે અને લોકતંત્રના ચોથા પીલ્લરની રીતે ચાલુ રાખશે અને જામનગરની જનતાને જગાડવાના પ્રયત્નો ચાલુ રાખશે…
જય સનાતન જય હિન્દ

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?