ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુનાખોરીના ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. સતત ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે બળાત્કારની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સગીર પર સામૂહિક બળાત્કારની ખૂબ શરમજનક ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નિકળી હતી. તે દરમિયાન ઓળખીતા વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી લીધી હતી. ત્યારબાદ અવાવરુ જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સાથે મળીને સામૂહિક બળાત્કારને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામમાં સમગ્ર ગુજરાત અને ગુજરાત સરકારને શરમ થઈ જાય તેવી ઘટના ઘટી છે. સગીરાનો જાણીતો વ્યક્તિ પીડિતાને બાઈક પર લઈ ગયો હતો. અને પીડિતએ ભરોસો કરી બાઇક પર બેસી ગઈ હતી. ત્યાં 6 નરાધમોએ રોડની બાજુમાં જ અવાવરુ જગ્યાએ તકનો લાભ લીધો અને સગીરાને પીંખી નાખી હતી. જેના લીધે તે બેભાન થઇ ગઇ હતી. પોલીસને આ ઘટનાની જાણકારી મળતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણીનો વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમોએ વારાફતી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરના બૂમો ના પાડે તે માટે તેના મોંઢામાં ડૂચો લગાવી દીધો હતો. પવિત્ર યાત્રાધામમાં બળાત્કાર ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માંગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ધ્રામિક જગ્યા પર અને પવિત્ર જગ્યા એ આ બનાવ બનવાથી ગુજરાત સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે સતત આ પ્રકારના બનાવ ગુજરાતમાં બની રહ્યા છે ત્યારે ગુયાજરાતની જનતામાં ભાઇનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાત બહાર કોઈ બનાવ બને ત્યારે ગુજરાત સરકાર અને તમામ પકસો દેકારો કરતાં દેખાય છે જ્યારે ગુજરાતમાં આવા બનાવ બને છે ત્યારે સરકાર મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી ચૂપ જોવા મળે છે હવે જોવાનું એ રહ્યું કે આ બનાવના આરોપી ક્યારે પકડાય છે અને આગળ આવા બનાવ ન બને એના માટે સરકાર શું પ્રયત્ન કરે છે
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy