લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીની માફી ! છતા વિવાદ યથાવત ! આદિવાસી નેતાઓ રાજભાને જાહેર દાયરાના પોગ્રામમાં અને સમાચાર માધ્યમથી માફી માંગવાની માંગ કરી રહ્યા છે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

લોક સઇત્યા કલાકાર રાજભા ગઢવી ગીરના વખાણ કરવા ગયા પરંતુ વખાણ કરતાં કરતાં એ ભૂલી ગયા કે એ કોઈનું અપમાન પણ કરી રહ્યા હતા અને ત્યાર બાદ સમગ્ર વિવાદ થયો હતો. ત્યાર બાદ રાજભા એ માફી માંગી રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ ડાયરામાં બોલી રહ્યા હતા. તેમની સામે મોટી સંખ્યામાં લોકો બેઠા હતા. આ સમયે રાજભા કેન્યામાં રાત્રે એરપોર્ટ જવાની વાત કરતા હતા. તેઓ કહી રહ્યા હતા કે કેન્યામાં રાત્રે અમારી કારની આગળ પાછળ પોલીસની કાર હતી કારણ કે જો પોલીસ ન હોય તો જંગલી લૂંટી લે.

રાજભા આગળ કહે છે ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાવ, આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતમાં ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે, કપડાં પણ ન રહેવા દે. આ ગુજરાતની વાત છે, પણ મને ગૌરવ થાય છે કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે દોઢ વાગે પણ તમે ભૂલા પડો તો નેહડાવાળા તમને જમાડવા માટે લઈ જાય એ પોતે લૂંટાઈ જાય, પણ તમને જમાડે.

આ વીડિયો વાઇરલ થયા બાદ આદિવાસી સમાજ અને ભાજપ-આપના આદિવાસી નેતાઓએ રાજભાની ટિપ્પણીને આદિવાસી સમાજના અપમાનસમાન ગણાવી હતી. વીડિયો વાઇરલ થયાના બીજા જ દિવસે રાજભાએ એક નવો વીડિયો જાહેર કર્યો જેમાં તેમણે દિલગીરી વ્યક્ત કરી.

વિવાદ બાદ રાજભા ગઢવીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી હતી. તેમણે વીડિયોમાં કહ્યું કે, 2 દિવસથી જે કંઇ વાત ચાલે છે તે આપ બધા જાણો છો. આદિવાસીભાઇઓને એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ વિશે આવું બોલ્યો છું કે લૂંટી લે છે. દુનિયાના દેશોની વાત કરતા કરતા મેં ડાંગનું નામ લીધું હતું. ક્યારેક એવી ઘટના બની હોય તે મગજમાં આવી જતી હોય. હું આદિવાસી કે વનવાસી શબ્દ ક્યાંય નથી બોલ્યો. હું પણ વનબંધુ છુ. હું પણ ગીરમાંથી આવું છું. વનબંધુઓની લાગણીને વંદન છે.

માફી માગતા વીડિયોમાં રાજભાએ આગળ જણાવ્યું કે, મને ઘણાએ એવું પણ કહ્યું કે અમે પણ મહેમાનગતિ કરીએ છીએ, રોટલા ખવડાવ્યા છે. જે લોકો મહેમાનગતિ કરે છે અને આપણી સંસ્કૃતિ સાચવે છે તેને વંદન છે. હું તો જે લોકો લૂંટી લે છે તેમનું બોલ્યો છું. એ જંગલમાં બીજા કોઇ લૂંટારા ક્યાંકથી આવીને પણ લૂંટી લેતા હોય. હું આદિવાસી એવો શબ્દ નથી બોલ્યો.

દરેક સમાજની સારી વાતો કરી હોવાના દાવા સાથે રાજભાએ ઉમેર્યું કે, હું લોકસાહિત્યનો માણસ છું. મેં દરેક જ્ઞાતિની સારી વાતો કરી છે. કોઇ સમાજને દુઃખ થાય તેવી વાત મેં આજ સુધી કરી નથી. આજે પણ મેં સમાજના નામથી વાત નથી કરી. એક પ્રાંતનું નામ લેતા-લેતા દાખલામાં આવ્યું હોય તો એ પ્રાંતમાં તો કોઇપણ આવીને કંઇપણ કરી શકે. ઘણા વર્ષો પહેલાં બીજા રાજ્યમાંથી આવીને ગીરમાં સિંહ મારી ગયા હતા એ દાખલો આપણે જોયો છે. ડાંગવાળા જ આ કરે છે એવું નહીં પણ ત્યાં લૂંટી લે છે એવું છે. મેં આદિવાસીભાઇઓની ખૂબ સારી વાતો કરી છે. ભગવાન બિરસા મુંડાથી લઇને ફાંસિયા વડની વાતો કરે છે. મેં કહ્યું છે કે આદિવાસીઓ અંગ્રેજો સામે કાળઝાળ થઇને લડ્યા હતા તેનો ઇતિહાસ બહાર આવ્યો જ નથી. મારે એની વાતો બહાર લાવવી છે. આવું હું ઘણી જગ્યાએ બોલ્યો છું.

 પોતાના નિવેદનને અન્ય કોઇ અર્થમાં ન જોવાની અપીલ કરતાં તેઓ કહે છે કે, આદિવાસીબંધુઓ મારા નિવેદનને સાચી રીતે જુએ, ગેરસમજ ન કરે. મારા બોલવાથી કોઇને દુઃખ થયું છે તે ખબર પડતાં મને પણ બહુ દુઃખ થયું છે. હું બહુ દિલગીરી વ્યક્ત કરૂં છું. હું કોઇ જ્ઞાતિ-જાતિનો શબ્દ જ નથી બોલ્યો. હું પણ વનબંધુ છું, તમો છો તેમ હું પણ ST સમાજમાંથી આવું છું. બધા જે વડીલો આદિવાસી વિસ્તારોમાંથી બોલ્યા છે તેમની લાગણીને પણ હું માન આપું છું પણ એવી કોઇ જ્ઞાતિ-જાતિની વાત જ મેં નથી કરી. આ પુરૂં કરીને એક ભાઇ તરીકે આપ બધા સાચી રીતે જુઓ.

 તેમણેઆગળ કહ્યું કે , મેં આદિવાસી સમાજના ઇતિહાસની ખૂબ વાત કરી છે એટલે એ સારો પોઇન્ટ છે એ પણ તમે જોજો. કોઇ પ્રાંતમાં તો કોઇ ઘટના બને એ તો કોણ આવીને કરી ગયું, એ ઘટના ક્યાંક બની હોય એ મારા મગજમાં આવી ગઇ એટલે હું બોલ્યો છું.

રાજભાની માફી બાદ પણ હજુ આ વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો હજુ પણ આદિવાશી સમાજના નેતાઓ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ધનરાજસિંહ સૂર્યવંશી ( ડાંગના રાજા ) તેમજ ડો. તુષાર ચોધરી સહિતના નેતાઓ રાજભાને જાહેર દાયરાના પોગ્રામમાં અને સમાચાર માધ્યમથી માફી માંગવાની માંગ કરી રહ્યા છે. સમાચાર મધ્યમોના ઇન્ટરવ્યુ થી આ વાત જાહેર થઈ રહી છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?