ઇરાનમાં “હેંગમેન” તરીકે જાણીતા બે જજની ગોળી મારી હત્યા !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

દુનિયામાં સૌથી વધુ ફાંસીની સજા આપનારા દેશોમાંથી એક દેશ છે  ઈરાન. ઈરાને વર્ષ 2024માં 901 લોકોને ફાંસીની સજા ફટકારી હતી. જેમાં 31 મહિલાઓ પણ સામેલ હતી. ગતવર્ષે ડિસેમ્બરેમાં એક સપ્તાહમાં જ 40 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. યુએન હ્યુમન રાઈટ્સ અનુસાર, ગતવર્ષે જેમને ફાંસીની સજા સાંભડાવવામાં આવી છે, તેમાં સૌથી વધુ નશીલા પદાર્થો અને અને 2022માં મહસા અમીનીની મોત બાદ દેશભરમાં દેખાવો કરનારા દેખાવકારોનો સમાવેશ થાય છે.

ઈરાનની સુપ્રીમ કોર્ટમાં એક હુમલાખોર ઘૂસી બે જજની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી છે. શનિવારના રોજ  થયેલા આ હુમલામાં એક ગાર્ડ પણ ઘાયલ થયો હતો. હુમલાખોરે જજને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ હુમલામાં જસ્ટિસ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને જસ્ટિસ અલી રજનીની હત્યા કરી હતી. આ બંને જજ પોતાના આકરા વલણ માટે જાણીતા હતા. અને લોકોમાં તેમની ઓળખ ‘હેંગમેન’ જજ તરીકે થતી હતી.

સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અસગર જહાંગીરે જણાવ્યું કે, જજની ચેમ્બરમાં ઘૂસી હત્યારાએ હત્યા કરી હતી. જ્યારે બંને જજ નેશનલ સિક્યોરિટી, આતંકવાદ, જાસૂસીના કેસોની સુનાવણી કરી રહ્યા હતા. ત્યારે બંને પર ગોળી ચલાવી ત્યાર  બાદ હુમલાખોરે પોતે આપઘાત કર્યો હતો. આખી ઘટનામાં અન્ય એક જજ અને એક બોડીગાર્ડ પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ હુમલો સ્થાનિક સમયાનુસાર સવારે 10.45 વાગ્યે થયો હતો. મૃત્યુ પામનારા જસ્ટિસ ઈરાની કોર્ટના સિનિયર જજ હતા. આ બંને જજ હેંગમેન (ફાંસીની સજા સંભાળનારા) તરીકે જાણીતા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલાખોર જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો જ કર્મચારી હતો. તેણે હુમલો કેમ કર્યો તેનો ઉદ્દેશ હજી સુધી જાણી શકાયો નથી. તેહરાનની કોર્ટ હાઉસમાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હુમલામાં મૃત્યુ પામનારા જસ્ટિસ અલી રજની પર અગાઉ 1988માં પણ હુમલો થયો હતો. તે દરમિયાન તેમની બાઈક  પર મેગ્નેટિક બોમ્બ લગાવવામાં આવ્યો હતો. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, બીજા જજ મોધિસેહ પર અમેરિકા દ્વારા 2019માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]