ગુજરાતનાં કૃષિ મંત્રીના ઘરે થસે ભૂખ હડતાળ ! DAP પાયાના ખાતરની માંગ સાથે ધ્રોલ કોંગ્રેસ પ્રમુખે ભૂખ હડતાળની કરી જાહેરાત !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા સહિત તમામ તાલુકાઓમાં હાલ પાયાના ખાતરની અછત દેખાય રહી છે. રવી પાકની વાવણી સમયે જ ડીએપી ખાતરની અછતથી ખેડૂતો ધરમ ધક્કા ખાઈ રહ્યાં છે. પાછોતરા વરસાદને કારણે નુકસાની વેઠી રહેલા ખેડૂતોને એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. સરકાર ખેડૂતોને ખાતર આપવામાં નિષ્ફળ જઈ રહી છે જેના કારણે હાલ ખેડૂતો પરેશાની વેઠી રહ્યા છે જો સમય સર ખાતર ન મળે તો ખેડૂતોને પડ્યા માથે પાટુ જેવો માહોલ સર્જાય તેવી પરિસ્થિતી ઊભી થઈ રહી છે.

ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીચંદ્રસિહ જાડેજા એ એક વિડીયો બનાવી જાહેરાત કરી છે કે જો ચાર દિવસની અંદર ખેડૂતોને પાયાનું ખાતર સમય સર નહીં આપવામાં આવે તો તેઓ કૃષિ મંત્રીના ઘરની સામે ભૂખ હડતાળ કરસે એવી જાહેરાત કરતાં હડ્કંપ મચી ગયો છે.

સનાતન સત્ય સમાચારની ટીમે ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીચંદ્રસિહ જાડેજા સાથે ટેલિફોનિક વાત કરતાં એમને જણાવ્યુ હતું કે ખેડૂતો પૈસા આપીને સરકાર પાસે ખાતર માંગે છે કોઈ ભીખ નથી માંગી રહ્યા ત્યારે જો ચાર દિવસની અંદર ખેડૂતોને પાયાનું ખાતર આપવામાં નહીં આવે તો કૃષિ મંત્રીના ઘરની સામે તેઓ ભૂખ હડતાળ કરશે. એમને વધુમાં જણાવ્યુ કે જ્યારે ગુજરાતનાં કૃષિ મંત્રીના પોતાના વિસ્તારની આવી હાલત હોય તો સમગ્ર ગુજરાતમાં શું હાલત થસે.

જામનગર પંથકમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. પાછોતરા વરસાદને લીધે મગફળી, કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ છે. ધ્રોલમાં રવી સિઝનની વાવણી ટાણે જ ડીએપી ખાતરની અછતથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને શિયાળું પાકની વાવણી કાર્ય છોડીને ખાતર ડેપોએ ધરમના ધક્કા ખાવા પડે છે.

શિયાળુ પાક ખેડૂત માટે ચોખ્ખો નફો આપતી સીઝન હોય છે જેમાં ડીએપી પાયાનું ખાતર છે. તેનાથી સારું ઉત્પાદન મેળવી શકે છે. ખેડૂતો પાછોતરા વરસાદથી થયેલી નુકસાનીની ભરાઈ કરવાના સપના જોઇ રહ્યાં હતા ત્યારે ડીએપની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને ખાતરનો જરૂરીયાત મુજબનો જથ્થો ફાળવે તેવી ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીચંદ્રસિહ જાડેજા એ માગ કરી છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?