સમગ્ર ગુજરાતભરમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગરસિયાઓ હર્ષોલ્લાસ સાથે ઉતરાયણની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય બાબતે મોટી બબાલ સર્જાય છે. જેમાં લોકો એકબીજા પર ડંડા લઈને તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ટોળુ વિખેરાયુ હતું અને આ મામલો ઠાળે પડ્યો હતો.
ઉત્તરાયણ પર્વની ઠેર-ઠેર ઉજવણી ચાલી રહી છે ત્યારે કેટલાક પતંગ ચગાવવામાં મગ્ન છે તો અમુક પતંગ લૂંટવામાં ભાગદોડ કરતા જોવા મળશે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ સર્જાયુ હતું.
સમગ્ર ઘટનામાં કેટલાક શખસો લાકડી સહિતના હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટના મામલે જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી પતંગ લૂંટવાની સામાન્ય વાતને લઈને થયેલી બબાલની ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.