દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં બોકસાઈટનો ધંધો અનઅધિકૃત રીતે વર્ષોથી ચાલી રહ્યો છે જેમાં ઘણા એવા ભૂમાફિયાઓ છે કે જે સરકારી જમીનના ખરાબા માથી બોકસાઈટ બહાર કાઢે છે અને જે જગ્યાએ લિજવાળી જગ્યા હોય ત્યાં નાખે છે અને મોટા પાયે ધંધો ચલાવતા હોય છે. જેમના અમુક કેશ પોલીસના હાથમાં આવતા હોય છે . જેમાનો એક કિસ્સો બન્યો છે વિરપર ગામની સીમમાં સ્થાનિક ગુના શોધક શાખાએ ખાણ ખનિજ વિભાગને સાથે રાખી તપાસ હાથ ધરતા ગેરકાયદે બોકસાઇટનો 300 ટન જથ્થો બીનવારસુ પકડી પાડયો હતો. બોકસાઇટ સહિત પોણા ચાર લાખનો મુદામાલ સીઝ કરી ખાણ ખનિજ વિભાગે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ કે.કે.ગોહિલની રાહબારી હેઠળ પી.એસ.આઈ બારસીયા તથા પી.એસ.આઈ ચૌહાણના નેતૃત્વમાં પોલીસ ટુકડીઓ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ ડાડુભાઈ જોગલ તથા હેડ. કોન્સ. પ્રવિણભાઈ માડમ સહિતની ટીમને માહિતી મળી હતી કે,વિરપર ગામની સીમમાં સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બોકસાઈટ ખનીજનું ખોદકામ કરી અને સંગ્રહ કરી રાખેલો છે.
જેના આધારે એલસીબી પોલીસે ભૂસ્તરવિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગને સાથે રાખી ઉક્ત હકીકત વાળા સ્થળે દરોડો પાડી બિનવારસુ બોકસાઈટ ખનીજ આશરે 300 ટન જથ્થો તથા લોખંડનો બોકસાઈટ ચાળવા માટેનો ચારણો મળી કુલ રૂ. 3,75,000ના મુદ્દામાલ બિનવારસુ મળી આવતા કબજે કર્યો હતો. આ પ્રકરણ અંગેની આગળની તપાસ ભૂસ્તરવિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy