કચ્છ: ભીરંડીયારાથી ખાવડા લઇ જવાતા ગૌવંશના માંસ સાથે ત્રણ પકડાયા ! ગુજરાતમાં ગૌ હત્યા પર ક્યારે લાગશે સંપૂર્ણ લગામ?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કચ્છ : ભીરંડીયારાના રણ વિલેજ રિસોર્ટની સામે બાવળની ઝાડીઓમાં વાછરડાનું ક્રૂરતા પૂર્વક રહેંસી નાખી અને 30 કિલો માંસ અલ્ટો કારથી ખાવડા લઇ જતા મોટા ગામના ત્રણ ઇસમોને સ્થાનિક પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ખાવડા પોલીસ મથકની ટીમ રવિવારે સાંજે લુડીયા-ધોરડો ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ કરી રહી હતી.એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સફેદ કલરન અલ્ટો કાર નંબર જીજે 12 બીઆર 5166 વાડીમાં મોટા ગામનો આરોપી મૌલાના અબ્દુલસતાર હાસમ સુલેમાન સમા, સુલતાન નુરમામદ જુસબ સમા અને હુસેન ઉમર જુણસ સમા ગૌમાંસ ભરીને ભીરંડીયારાથી ખાવડા તરફ આવી રહ્યા છે.

બાતમીને આધારે વોચમાં હતા ત્યારે આરોપીઓ પોલીસને જોઈ પોતાની ગાડી પાછી વાડી હતી. અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી શંકા જતા પોલીસે તેનો પીછો કરી ત્રણેયને ઝડપી લીધા હતા.જે બાદ ગાડીમાં તપાસ કરતા ત્રણ કોથળા માંસના ભરેલા જોવા મળ્યા હતા, જે બાબતે આરોપીઓને પુછતા રણ વિલેજ રિસોર્ટની સામે બાવળની ઝાડીઓમાં વાછરડાનું માંસ લઇ જતા હોવાનું જણાત હતું.પોલીસે 30 કિલો ગૌવંશનો માંસ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાત સરકાર હાલ ગૌ હત્યા માટે સંપૂર્ણ લગામ આવે તેના માટે શું કાર્ય કરી રહી છે અને હવે શું કરવાની છે કારણ કે આ સિલસિલો વર્ષોથી ચાલુ છે કોઈ પણ સરકાર ગૌ હત્યા બંધ નથી કરાવી શકી મોટી મોટી વાતો જરૂર નેતાઓ દ્વારા કરવામાં આવી છે પરંતુ સંપૂર્ણ પણે ગૌ હત્યા બંધ નથી થઈ એ આ બનાવ પરથી સ્પષ્ટ થાય છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?