Sanatan Satya Samachar – Sanatan Satya Samachar https://sanatansatyasamachar.com Latest News | Top News | Breaking News Thu, 23 Jan 2025 09:11:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://sanatansatyasamachar.com/wp-content/uploads/2024/09/cropped-Sanatan-Satya-32x32.png Sanatan Satya Samachar – Sanatan Satya Samachar https://sanatansatyasamachar.com 32 32 મંગેતર પ્રેમી સાથે લગ્ન કરી લેતા તેની બહેન પર એસિડ ફેક્યું ! https://sanatansatyasamachar.com/archives/16165 https://sanatansatyasamachar.com/archives/16165#respond Thu, 23 Jan 2025 09:11:35 +0000 https://sanatansatyasamachar.com/?p=16165 Read more]]> રાજકોટથી એક એસિડ એટેકની ઘટના સામે આવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સોખડા ગામે રહેતી એક યુવકની મંગેતર તેના પ્રેમી સાથે ભાગી જતા 22 જાન્યુઆરી ના રોજ યુવક તેને શોધવા યુવતીના ઘરે પહોંચ્ચી ગયો હતો. ત્યાં બબાલ કરી યુવકે પૂછ્યું કે તે ક્યાં છે? સહિતના સવાલો કરી ઉશ્કેરાઈને એસિડ તેના પર એટેક કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ કુવાડવા પોલીસ સમગ્ર મામલ BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સોખડા ગામ ખાતે ગઈકાલે રાત્રિના એસિડ એટેકની ઘટના સામે આવી છે. સોખડા ગામે રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામના યુવાનની સગાઇ તેના જ ગામમાં રહેતી યુવતી પારસબેન સાથે થઈ હતી. આ પછી યુવતી તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ જાણ યુવકને થતા આરોપી પ્રકાશ સરવૈયા તેની મંગેતરના ઘરે સ્ટીલની બોટલમાં એસિડ ભરીને પહોંચ્યો હતો.

આરોપી પ્રકાશ સરવૈયા મંગેતરના ઘરે પહોંચી મંગેતર પારસ ક્યાં છે? કોની સાથે છે? તમને ખબર છે? તેનું એડ્રેસ મને આપો. તમે બધું જાણો છો, છતાં મારાથી છુપાવી રહ્યા છો. મને જાણ કરો પારસ ક્યાં છે? તેમ કહી બબાલ કરી હતી. જે બાદ અચાનક ઉશ્કેરાઈને મંગેતરની પિતરાઈ બહેન વર્ષાબેન પર હાથમાં રહેલ સ્ટીલની બોટલ ખોલી એસિડ એટેક કર્યો હતો. આરોપી પ્રકાશ સરવૈયાએ એસિડ ઉડાવતા વર્ષાબેનને મોઢાના ભાગે, છાતીના ભાગે, સાથળના ભાગે તથા વાંસાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

એસિડ એટેક કરી આરોપી પ્રકાશ સરવૈયા નાસી છૂટતા ફરિયાદીની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશની સગાઇ પારસ સાથે ભોગ બનનાર વર્ષાબેન દ્વારા કરાવવામાં આવી હતી, જેથી તેનો ખાર રાખી તેના પર એસિડ હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે.

]]>
https://sanatansatyasamachar.com/archives/16165/feed 0
ઇરાનમાં “હેંગમેન” તરીકે જાણીતા બે જજની ગોળી મારી હત્યા ! https://sanatansatyasamachar.com/archives/16158 https://sanatansatyasamachar.com/archives/16158#respond Sun, 19 Jan 2025 07:24:58 +0000 https://sanatansatyasamachar.com/?p=16158 Read more]]> દુનિયામાં સૌથી વધુ ફાંસીની સજા આપનારા દેશોમાંથી એક દેશ છે  ઈરાન. ઈરાને વર્ષ 2024માં 901 લોકોને ફાંસીની સજા ફટકારી હતી. જેમાં 31 મહિલાઓ પણ સામેલ હતી. ગતવર્ષે ડિસેમ્બરેમાં એક સપ્તાહમાં જ 40 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. યુએન હ્યુમન રાઈટ્સ અનુસાર, ગતવર્ષે જેમને ફાંસીની સજા સાંભડાવવામાં આવી છે, તેમાં સૌથી વધુ નશીલા પદાર્થો અને અને 2022માં મહસા અમીનીની મોત બાદ દેશભરમાં દેખાવો કરનારા દેખાવકારોનો સમાવેશ થાય છે.

ઈરાનની સુપ્રીમ કોર્ટમાં એક હુમલાખોર ઘૂસી બે જજની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી છે. શનિવારના રોજ  થયેલા આ હુમલામાં એક ગાર્ડ પણ ઘાયલ થયો હતો. હુમલાખોરે જજને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ હુમલામાં જસ્ટિસ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને જસ્ટિસ અલી રજનીની હત્યા કરી હતી. આ બંને જજ પોતાના આકરા વલણ માટે જાણીતા હતા. અને લોકોમાં તેમની ઓળખ ‘હેંગમેન’ જજ તરીકે થતી હતી.

સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અસગર જહાંગીરે જણાવ્યું કે, જજની ચેમ્બરમાં ઘૂસી હત્યારાએ હત્યા કરી હતી. જ્યારે બંને જજ નેશનલ સિક્યોરિટી, આતંકવાદ, જાસૂસીના કેસોની સુનાવણી કરી રહ્યા હતા. ત્યારે બંને પર ગોળી ચલાવી ત્યાર  બાદ હુમલાખોરે પોતે આપઘાત કર્યો હતો. આખી ઘટનામાં અન્ય એક જજ અને એક બોડીગાર્ડ પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ હુમલો સ્થાનિક સમયાનુસાર સવારે 10.45 વાગ્યે થયો હતો. મૃત્યુ પામનારા જસ્ટિસ ઈરાની કોર્ટના સિનિયર જજ હતા. આ બંને જજ હેંગમેન (ફાંસીની સજા સંભાળનારા) તરીકે જાણીતા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલાખોર જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો જ કર્મચારી હતો. તેણે હુમલો કેમ કર્યો તેનો ઉદ્દેશ હજી સુધી જાણી શકાયો નથી. તેહરાનની કોર્ટ હાઉસમાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હુમલામાં મૃત્યુ પામનારા જસ્ટિસ અલી રજની પર અગાઉ 1988માં પણ હુમલો થયો હતો. તે દરમિયાન તેમની બાઈક  પર મેગ્નેટિક બોમ્બ લગાવવામાં આવ્યો હતો. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, બીજા જજ મોધિસેહ પર અમેરિકા દ્વારા 2019માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

]]>
https://sanatansatyasamachar.com/archives/16158/feed 0
રાજ્યમાં પ્રતિબંધિત દોરીએ 10નો લીધો જીવ, ઉત્તરાયણના તહેવારમાં 19 લોકોના મોત ! https://sanatansatyasamachar.com/archives/16154 https://sanatansatyasamachar.com/archives/16154#respond Thu, 16 Jan 2025 07:56:06 +0000 https://sanatansatyasamachar.com/?p=16154 Read more]]> ગુજરાત હાઈકોર્ટના છેલ્લી ઘડીના આદેશ બાદ ચાઈનીઝ ઉપરાંત ગ્લાસ કોટેડ દોરીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. છતાં ઉત્તરાયણના બે દિવસમાં દોરી વાગવાથી મૃત્યુ પામવાના 10 કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા હતા. પ્રતિબંધ હોવા છતાં 200 જેટલી વ્યક્તિઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત બની હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત બંદોબસ્તની વાતો માત્ર કાગળ ઉપર જ રહી હતી. આ સિવાય ધાબા ઉપરથી પડી જવાની કે પતંગના કારણે અન્ય રીતે મૃત્યુની નવ ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે. આમ ઉત્તરાયણના તહેવારોમાં કુલ મૃત્યુઆંક 19 નોંધાયો છે.

ઉત્તરાયણના તહેવારોમાં પતંગ ચગાવવાની મજા અનેક લોકો માટે સજા પણ સાબીત થતી હોય છે. રાજ્યભરમાં નોંધાયેલા આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રમાં દોરીની ઈજાના કારણે મૃત્યુના બે, સુરતમાં એક, મઘ્ય ગુજરાતમાં પાંચ, ઉત્તર ગુજરાતમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 8400થી વઘુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં પડવાથી અને દોરી વાગવાથી 219 જેટલા કેસ નોંધાયા હતા.જો કે સૌથી વઘુ 200 જેટલા કેસ માત્ર દોરી વાગવાને લીધે નોંધાયા છે. ઉત્તરાયણના એક જ દિવસમાં 4948 કુલ ઈમરજન્સી કેસ નોંધાયા હતા.

ઉત્તરાયણમાં આ વર્ષે ઈમરજન્સીના કેસોમાં સામાન્ય દિવસો કરતા ઘણો મોટો વધારો થયો છે તો ગત વર્ષના ઉત્તરાયણના તહેવારની સરખામણીએ ઈમરજન્સીના કેસોમાં 9 ટકા જેટલો વધારો નોંધાયો છે. ત્યારે ઈમરન્જસી એમ્બ્યુલસ સર્વિસ 108માં નોંધાયેલા આંકડા મુજબ આ વર્ષે ઉતરાણયના બે દિવસોમાં 8400થી વઘુ કેસ નોંધાયા છે જેથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી.

14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે સમગ્ર ગુજરાતમાં કુલ 4948 ઈમરજન્સીના કેસ નોંધાયા હતા. જે સામાન્ય દિવસો કરતા 30 ટકા જેટલા વધારે છે. 4948 કેસોમાં પ્રેગનન્સી સંબંધીત 917, નોન વ્હિકલ ટ્રોમા 1136, વ્હિકલ ટ્રોમા 1020, ભારે તાવના 91, શ્વાસની સમસ્યાના 338, પેટમા દુખાવાના 416, હૃદય સંબંધીત સમસ્યાના 226, ફીટ આવવાના 123, ઝેર પીવા સંબંધીત 85 તથા અન્ય શારીરિક સમસ્યાના 447 અને અન્ય ઈમરજન્સીના કેસો 149 નોંધાયા હતા. નોન વ્હિકલ ટ્રોમાના 1136 કેસોમાં જુદી જુદી રીતે પડી જાવના 390 અને દોરી વાગવાથી માંડી અન્ય જોખમી વસ્તુ વાગવા સહિતના ક્રશ ઈન્જરીના 203 કેસ નોંધાય હતા.

ઉત્તરાયણના બીજા દિવસે 15મીએ સમગ્ર રાજ્યમાં કુલ 3486 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વઘુ 731 કેસ નોંધાયા હતા.જ્યારે સૌથી ઓછા 22 ઈમરજન્સી કેસ ડાંગ ડિજ્લામાં નોંધાયા હતા. ગત વર્ષે 2024માં 15મી જાન્યુઆરીએ ઈમરજન્સીના જેટલા કોલ આવ્યા હતા તેમાં આ વર્ષે 303 કોલ વઘુ આવ્યા છે. આમ ઉતરાયણના બે દિવસમાં કુલ મળીને 8434 ઈમરજન્સી કેસ નોંધાયા હતા એટલે કે 108 એમ્બ્યુલન્સ સર્વિસને 8400થી વઘુ ઈમરજન્સી કોલ મળ્યા હતા અને ગત વર્ષના ઉતરાયણની સરખામણીએ કુલ કેસોમાં 9.16 ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષે ગુજરાતમાં પતંગની દોરી વાગવાથી અને ધાબા-અગાસી પરથી પડી જવાને લીધે 108 એમ્બ્યુલન્સને 219 જેટલા કોલ મળ્યા હતા.જેમાં દોરી વાગવાથી 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

]]>
https://sanatansatyasamachar.com/archives/16154/feed 0
એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચાકુ વડે હુમલો, એક્ટર હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ ! https://sanatansatyasamachar.com/archives/16150 https://sanatansatyasamachar.com/archives/16150#respond Thu, 16 Jan 2025 06:18:27 +0000 https://sanatansatyasamachar.com/?p=16150 Read more]]> એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચાકુ વડે હુમલો થયો છે. એક અજાણ્યા શખ્સે અભિનેતાના મુંબઈ સ્થિત ઘરમાં ઘૂસીને રાત્રે બે વાગ્યે ધારદાર ચાકુ વડે હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. સૈફના શરીર પર છ વખત ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. એક્ટર હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. મુંબઈ પોલીસ હુમલાખોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ માટે મુંબઈ પોલીસની સાત ટીમ તૈનાત કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે, બુધવાર રાત્રે બે વાગ્યા આસપાસ એક અજાણ્યા શખ્સ ચોરી કરવાના ઈરાદે એક્ટરના ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારે તેની એક નોકરાણીએ તેને ઝડપી લેતાં તેની સાથે વિવાદ કરી રહ્યો હતો, તે સમયે સૈફ અલી ખાને દખલગીરી કરી હતી. પરંતુ તે શખ્સે સૈફ અલી ખાન પર અચાનક ચાકુ વડે હુમલો કરી દીધો હતો. અમને રાત્રે ત્રણ વાગ્યે આ અંગે માહિતી મળી હતી. સૈફ હાલ હોસ્પિટલમાં છે. તેમની સાથે વાતચીત થઈ શકી નથી. તપાસ ચાલુ છે. આ હુમલામાં એક મહિલા સ્ટાફ પણ ઘાયલ છે. હાલ બંનેની સ્થિતિ સ્થિર  છે. ઘટનાના બે કલાક પહેલાંના સીસીટીવી ફુટેજમાં કોઈ અંદર જતાં જોવા મળ્યો નથી. જેથી હુમલાખોર અગાઉથી જ અંદર હોવાની આશંકા છે. સીબીઆઈ અધિકારી સહિત મુંબઈ પોલીસ અમુક શંકાસ્પદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું કે, સૈફ અલી ખાનને તેના બ્રાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકુના છ ઘા માર્યા હતા. સવારે 3.30 વાગ્યે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં કરોડરજ્જૂની નજીક વાગેલો ઘા ઊંડો હતો. એક્ટરના ઓપરેશન ન્યૂરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડો. ના નેતૃત્વ હેઠળ સારવાર ચાલી રહી છે. ન્યૂરો સર્જરી પૂર્ણ થઈ છે. જેમાં એક્ટરના શરીરમાંથી 3 ઈંચ લાંબી અણીદાર વસ્તુ કાઢવામાં આવી છે. જે ચાકુનો હિસ્સો છે. કોસ્મેટિક સર્જરી ચાલી રહી છે.

સૂત્રો અનુસાર, એક્ટર સૈફ અલી ખાનને ગરદન પર અને કમરના ભાગે ચપ્પાના ઘા વાગ્યા હતાં. જેમાં કરોડરજ્જુ પર ઊંડો ઘા વાગ્યો છે. તેના ઘરની નોકરાણી પણ ઘાયલ છે. સૈફના ઘરમાં એક ડક્ટ છે. જે બેડરૂમની અંદર ખૂલે છે. પ્રારંભિક તપાસમાં પોલીસને શંકા છે કે, ચોર આ ડક્ટ મારફત ઘરમાં પ્રવેશ્યો હશે, બાળકોના રૂમમાં જ સૈફ પર હુમલો થયો હતો. તૈમૂર અને જેહ સુરક્ષિત હોવાનું કરીના કપૂર ખાનની ટીમે જણાવ્યું છે. ઈજાગ્રસ્ત નોકરાણી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. જેની હાલત સ્થિર છે. કરીના કપૂર બહેન કરિશ્મા કપૂર સાથે હોસ્પિટલ ગઈ હતી.

એક્ટરની ટીમે આપેલા નિવેદન અનુસાર, આ ઘટના દરમિયાન કરીના કપૂર અને તેમના બાળકો તૈમૂર અને જેહ સહિત આખો પરિવાર ઘરમાં જ ઉપસ્થિત હતો. સૈફ અલી ખાને પરિવારની રક્ષા માટે ચોરનો સામનો કર્યો હતો. સૈફના ઘરમાં ચોરીના પ્રયાસમાં આ હુમલો થયો હતો. હુમલાખોર એક્ટરને ચાકુના છ ઘા મારી ભાગી ગયો હતો. સૈફની હાલ સર્જરી થઈ રહી છે.

]]>
https://sanatansatyasamachar.com/archives/16150/feed 0
રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ODIમાં ભારતીય મહિલા ટીમે વનડે મેચમાં રેકોર્ડ 435 રન બનાવી ઈતિહાસ સર્જ્યો છે, https://sanatansatyasamachar.com/archives/16145 https://sanatansatyasamachar.com/archives/16145#respond Wed, 15 Jan 2025 13:40:01 +0000 https://sanatansatyasamachar.com/?p=16145 Read more]]> રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ODIમાં ભારતીય મહિલા ટીમે વનડે મેચમાં રેકોર્ડ 435 રન બનાવી ઈતિહાસ સર્જ્યો છે. ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે 50 ઓવરમાં રેકોર્ડ 435 રન બનાવી ભારતીય પુરૂષ ટીમને પણ પાછળ પાડી દીધી છે. ઉલ્લેખનીય છે, ભારતીય પુરૂષ ટીમનો વનડે રન રેકોર્ડ 418 છે. 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય પુરૂષ ટીમે આ રેકોર્ડ બનાવ્યો હતો.

આ મેચમાં ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત 400 રનનો આંકડો ક્રોસ કરવામાં સફળ રહી હતી. આ સાથે રેકોર્ડ સ્કોર રચી મહિલા-પુરૂષની વનડે મેચમાં ઈતિહાસ બનાવ્યો હતો. અગાઉ 12 જાન્યુઆરીએ ભારતીય મહિલા ટીમે 370 રન બનાવીને ODIમાં સર્વોચ્ચ ટીમ સ્કોર બનાવ્યો હતો.

આયર્લેન્ડ સાથેની સીરીઝમાં હરમનપ્રીત કૌરના સ્થાને કેપ્ટનશીપ કરી રહેલી મંધાનાએ 10મી સદી ફટકારી હતી. આ સાથે મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ તે મહિલા વનડેમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી ચોથી ક્રિકેટર પણ બની છે. સ્મૃતિએ રાજકોટમાં ત્રણ મેચની અંતિમ વનડે સીરિઝમાં આયર્લેન્ડ સામે માત્ર 70 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં 80 બોલમાં 135 રન બનાવ્યા હતા, જેમાં સાત છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલાં હરમનપ્રીત કૌરે ગયા વર્ષે બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

હરમનપ્રીતે 2017થી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જ્યારે તેણે 2017 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ડર્બીમાં 90 બોલમાં સદી ફટકારી હતી. મહિલા વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મેગ લેનિંગના નામે છે, જેણે 2012માં ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં સદી ફટકારી હતી.

આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ભારતીય મહિલા ટીમે 300 કે તેનાથી વધુ રનથી વનડે ક્રિકેટમાં જીત મેળવી હોય. આ પહેલા ભારતીય ટીમના નામે 249 રનના અંતરથી જીતનો રેકોર્ડ હતો, જે તેમણે 2017માં આયરલેન્ડ વિરૂદ્ધ નોંધાવ્યો હતો.

]]>
https://sanatansatyasamachar.com/archives/16145/feed 0
માસૂમ બાળકીની હત્યા કરનાર મામાની પોલીસે કરી અટકાયત !માસૂમ બાળકીની હત્યા કરનાર મામાની પોલીસે કરી અટકાયત ! https://sanatansatyasamachar.com/archives/16138 https://sanatansatyasamachar.com/archives/16138#respond Wed, 15 Jan 2025 12:32:31 +0000 https://sanatansatyasamachar.com/?p=16138 Read more]]> આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેનું માથું પછાડીને હત્યા કરી હતી. જામનગર તાલુકાના સિક્કા ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે.
મળતી વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં હિન્દુ વાઘેર યુવતીના બે મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે 2 મહિનાથી ત્રણ દીકરીઓને લઈને કુટુંબી મોટા બાપા ડોસાજી માણેકના ઘરે રહેવા ગઇ હતી. અહીં ડોસાજી માણેકનો દીકરો નીતિન માણેક પણ ત્યાં જ સાથે રહેતો હતો. આ દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાનગતી કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેની સાથે અવારનવાર મારકૂટ કરતો હતો. આ સિવાય તેની સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં તેની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.
સોમવારે સિક્કામાં ભરાતી ગુજરી બજારમાં એ બાળકીની માતા ખરીદી અર્થે ગઇ હતી. તે દરમિયાન પાછળથી આઠ વર્ષની બાળકીને નીતિને શારીરિક અડપલાં કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડ્યુ હતું, જેનાથી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેની માતા બજારમાથી ઘરે આવી તો જોયું કે, માસુમ બાળકી બેભાન અવસ્થામાં હતી. બાદમાં તાત્કાલિક માતા પોતાની દીકરીને લઈ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયાન જ બાળકીનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે 8 વર્ષની માસુમ બાળકીની હત્યા અને શારીરિક અડપલાં કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા નીતિન માણેક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નરાધમી મામાની ધરપકડ કરી લીધી છે.

]]>
https://sanatansatyasamachar.com/archives/16138/feed 0
શાહે પતંગ ઉડાળવાની મજા માણી લપેટ….લપેટ….ની બૂમો પાડી! https://sanatansatyasamachar.com/archives/16133 https://sanatansatyasamachar.com/archives/16133#respond Tue, 14 Jan 2025 13:35:51 +0000 https://sanatansatyasamachar.com/?p=16133 Read more]]> દર વર્ષની માફક આ વર્ષે પણ અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે તેમની પત્નીએ ફીરકી પકડી હતી.

શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલાં અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી.સવારે પતંગો ચગાવ્યા બાદ બપોર બાદ પણ શાહ ન્યૂ રાણીપ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી.ત્યારબાદ સાબરમતી વિસ્તારમાં પણ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અહીં ચીકી અને બોરની પણ જયાફત માણી હતી.

અમદાવાદમા આજે સવારે મેમનગર વિસ્તારમાં પતંગ ચગાવ્યા અને બપોર બાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આર્યવિલા ફ્લેટના ધાબા પર કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. શાહનો પતંગ કપાયા બાદ તેઓ હસી પડ્યા હતા. પતંગબાજી સમયે શાહનો અમદાવાદી મિજાજ જોવા મળ્યો હતો. પતંગ ચગાવતી સમયે જ વચ્ચે અન્ય પતંગની દોરી આવતા દાંતથી કાપી દૂર કરી દીધી હતી.

 

અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી અમિત શાહે બે પતંગો કાપી લપેટ…લપેટ…ની બૂમો પાડી હતી. આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શહેરમાં બે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સહપરિવાર જગન્નાથજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓનું અભિવાદન અમિત શાહ દ્વારા ઝીલવામાં આવ્યું હતું.

ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

14થી 16 જાન્યુઆરી એમ ત્રણ દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે. 14 તારીખે સવારે થલતેજમાં કાર્યકર્તાના ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉજવણી બાદ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસનાં વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ન્યુ રાણીપ આર્યવિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 તારીખે કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. 16 તારીખે વડનગરમાં પી. એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે.

]]>
https://sanatansatyasamachar.com/archives/16133/feed 0
ગાંધીનગરમા ઉત્તરાયણ અલગ ઉજવણી લોકોએ પતંગને બદલે ડંડા ઊડાળ્યા! https://sanatansatyasamachar.com/archives/16128 https://sanatansatyasamachar.com/archives/16128#respond Tue, 14 Jan 2025 13:05:51 +0000 https://sanatansatyasamachar.com/?p=16128 Read more]]> સમગ્ર ગુજરાતભરમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગરસિયાઓ હર્ષોલ્લાસ સાથે ઉતરાયણની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય બાબતે મોટી બબાલ સર્જાય છે. જેમાં લોકો એકબીજા પર ડંડા લઈને તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ટોળુ વિખેરાયુ હતું અને આ મામલો ઠાળે પડ્યો હતો.

ઉત્તરાયણ પર્વની ઠેર-ઠેર ઉજવણી ચાલી રહી છે ત્યારે કેટલાક પતંગ ચગાવવામાં મગ્ન છે તો અમુક પતંગ લૂંટવામાં ભાગદોડ કરતા જોવા મળશે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ સર્જાયુ હતું.

સમગ્ર ઘટનામાં કેટલાક શખસો લાકડી સહિતના હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટના મામલે જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર  આવી પહોંચી હતી પતંગ લૂંટવાની સામાન્ય વાતને લઈને થયેલી બબાલની ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

]]>
https://sanatansatyasamachar.com/archives/16128/feed 0
આજે મકર સંક્રાંતિના દિવશે શરૂ થયું મહાકુંભનું શાહી સ્નાન ! કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા ! https://sanatansatyasamachar.com/archives/16113 https://sanatansatyasamachar.com/archives/16113#respond Tue, 14 Jan 2025 12:47:17 +0000 https://sanatansatyasamachar.com/?p=16113 Read more]]> પ્રયાગરાજના મહાકુંભમાં આજે મંગળવારે અમૃત સ્નાન થઈ રહ્યું છે, કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા છે.

આજે મંગળવારે અમૃત સ્નાન થઈ રહ્યું છે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ આવી રહ્યા છે. આ ઉપરાંત 13 અખાડાઓના સમૂહો મહાકુંભમાં અમૃતસ્નાન માટે પહોંચી રહ્યા છે. મોટી વાત એ છે કે આજે મકરસંક્રાંતિનો તહેવાર પણ હોવાથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.

પ્રયાગરાજમાં દેશ અને દુનિયાનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળો મહાકુંભ 2025નો પ્રારંભ થઈ થઇ ગયો છે. આ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ચાલશે.
મહાકુંભના પ્રથમ દિવસે લાખો ભક્તોએ સ્નાન કર્યું છે. મહાકુંભના પ્રથમ દિવસે લગભગ 1 કરોડ લોકો ગંગામાં ડૂબકી લગાવે તેવી અપેક્ષા છે.

અખાડા માર્ગ પર પોલીસ કર્મચારીઓની ભારે તૈનાત છે, પીએસી, માઉન્ટેડ પોલીસ અને અર્ધ લશ્કરી દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સુરક્ષાને કારણે જ આટલી મોટી સંખ્યામાં ભક્તો સતત આવી રહ્યા છે, નાગા સાધુઓ પણ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે.

શાહી સ્નાનને અમૃત સ્નાન કહેવામાં આવે છે કારણ કે નાગા સાધુઓ અને અન્ય સંતો હાથી, ઘોડા અને રથ પર સવાર થઈને ભવ્ય રીતે સ્નાન કરવા આવે છે. આ દ્રશ્ય રાજાના સરઘસ જેવું છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને સમ્રાટો પણ ઋષિ-મુનિઓ સાથે સ્નાન કરતા હતા, જેના કારણે તેને શાહી સ્નાન કહેવામાં આવ્યું.

મહાકુંભ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, તે ભારતીય સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક પણ છે. અહીં નાગા સાધુ, અઘોરી અને અન્ય સંતોની હાજરી હિંદુ ધર્મની વિવિધતાને દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન દાન, ભજન-કીર્તન અને મંદિર દર્શન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

મહાકુંભ માત્ર આસ્થાનો તહેવાર નથી, પરંતુ તે આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાની તક પણ આપે છે. અમૃત સ્નાન દ્વારા, લોકો તેમના આત્માને શુદ્ધ કરે છે અને નવી ઊર્જા સાથે જીવન જીવવાની પ્રેરણા લે છે. એવું માનવામાં આવે છે કે સંગમમાં સ્નાન કરવાથી જીવનના તમામ દુ:ખ અને પાપ દૂર થઈ જાય છે.

હાથમાં તલવાર-ત્રિશૂલ, ડમરુ. આખા શરીરમાં ભભૂત. ઘોડા અને રથની સવારી. નાગા ઋષિ-મુનિઓ હર-હર મહાદેવના નારા લગાવતા સંગમ પહોંચી રહ્યા છે. નિર્વાણી-નિરંજની અખાડાના સંતોએ સ્નાન કર્યું. ત્યાર બાદ જુના અખાડા સંત સંગમ માટે રવાના થયા હતા. નાગા સાધુઓના સ્નાનને જોવા માટે સંગમ વિસ્તારમાં લગભગ 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા . દેશ-દુનિયામાંથી ભક્તો ઋષિ-મુનિઓના આશીર્વાદ લેવા આતુર છે. સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિમી સુધી ભક્તોની શોભાયાત્રા થઈ.

તમામ 13 અખાડાઓને સ્નાન માટે અલગ-અલગ 30-40 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. વિશ્વભરના મીડિયા અને 50 થી વધુ દેશોના ભક્તો સંગમમાં છે. મહાકુંભમાં 60 હજાર પોલીસકર્મી અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે. પ્રયાગરાજમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

DGP પ્રશાંત કુમારે કહ્યું- સવારે 7 વાગ્યા સુધીમાં 1 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે.

 

]]>
https://sanatansatyasamachar.com/archives/16113/feed 0
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારનું નિધન: હુમલાથી 55 વર્ષીય સફળ બિલ્ડરનું અમદાવાદની હોસ્પિટલમાં અવસાન ! https://sanatansatyasamachar.com/archives/16108 https://sanatansatyasamachar.com/archives/16108#respond Sat, 11 Jan 2025 10:10:01 +0000 https://sanatansatyasamachar.com/?p=16108 Read more]]> જામનગરના પ્રખ્યાત બિલ્ડર અને સમાજસેવી મેરામણભાઈ પરમાર (ઉંમર 55)નું ગઈકાલે રાત્રે 9 વાગ્યે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. જામનગરના રોયલ સ્ટાઇલમાં રહેતા મેરામણભાઈ પરમાર  એક સફળ બિલ્ડર અને ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે જાણીતા હતા.

તેમણે જામનગરમાં અનેક રહેણાંક અને વ્યાપારિક કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું હતું, જેમાં તાજેતરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા પદમ બેન્કવેટ હોલનો સમાવેશ થાય છે. શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર મેરામણભાઈએ અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને દાન આપ્યું હતું. તેમના અકાળ અવસાનથી જામનગરનું બિલ્ડર જગત સ્તબ્ધ થઈ ગયું છે અને શહેરમાં શોકની લહેર ફરી વળી છે. તેમની કારીગરી અને ડિઝાઇન માટે જાણીતી ઇમારતો તેમની યાદગાર તરીકે શહેરમાં હંમેશા જીવંત રહેશે.

મેરામણ ભાઈ પરમાર ખૂબ સંઘર્સ કરીને પોતાનું નામ કર્યું હતું તેઓ જામનગર અને સમગ્ર ગુજરાતનાં યુવાનો માટે પ્રેરણા શ્રોત રહેશે.

]]>
https://sanatansatyasamachar.com/archives/16108/feed 0